Sunday, July 19, 2015

ઘરમાં કે આસપાસ પડી રહેલાં જૂનાં ટાયર્સનો આ રીતે કરો બેસ્ટ યુઝ


ઘરમાં કે આસપાસ પડી રહેલાં જૂનાં ટાયર્સનો આ રીતે કરો બેસ્ટ યુઝ
http://www.divyabhaskar.co.in/…/HNL-RELA-coloured-the-old-t… ‪#‎tyre‬‪#‎waste‬ ‪#‎innovative‬

સિટિંગ સ્ટાઇલ

લાઇફસ્ટાઇલ ડેસ્ક: ઘરમાં પડેલી ગાડીઓના ખરાબ ટાયરને પણ ડિઝાઇન કરીને તેને સારી રીતે ઉપયોગમાં લઇ શકાય છે. ગાર્ડન, લોબી કે લિવિંગ રૂમમાં જૂના ટાયર્સના કલરને યોગ્ય રીતે સેટ કરી શકાય છે. તે ફંકી લુક આપે છે અને સાથે જ જૂની ચીજોને ઉપયોગમાં લેવાની સરળ રીત પણ છે. ટાયરને સજાવટમાં કેવી રીતે ઉપયોગમાં લઇ શકાય તેનું આ સુંદર ઉદાહરણ છે. આ સિવાય અન્ય કઇ વિવિધ સ્ટાઇલ છે તેની જાણકારી પણ આજે અહીં આપવામાં આવી છે. 
 
સિટિંગ સ્ટાઇલ
6 ટાયરને એક જેવો કલર કરો અને સાથે દિવાલ પર પ્લાય લગાવી તેમાંના 3 ટાયરને લટકાવી દો. તેની નીચે બેઠકના રૂપમાં 3 ટાયર લગાવો અને સાથે ટાસર્સની સાઇઝના કુશનને તેમાં ફિટ કરો. આ તમારા માટે મીની સિટિંગ હોઇ  શકે છે. 


ઝૂલા
જો તમે તમારા ગાર્ડનમાં ટાયરના હીંચકા બનાવી શકો છો. 2-3 જૂના ટાયર્સ લો અને સાથે તેમાં કાણાં કરીને હુક બનાવો. તેની સાથે મજબૂત દોરી બાંધો. આ દોરીને ઝાડની સાથે બાંધીને તમે હીંચકાની મજા લઇ શકો છો. તેમાં કોઇ ને કોઇ ક્રેક ન હોય તેનું ધ્યાન રાખો.

ગેમ ઝોન
જૂના ટાયરથી બાળકોને માટે ગેમ ઝોન બનાવી શકો છો. ટાયરને ગાર્ડનમાં રાખીને 3 પોલને ત્રિભૂજ આકારમાં રાખો અને સાથે તેમાં મેન્ટ્સ, બોલ્ટ્સ અને એક ટાયરને એક સમાન ઉંચાઇ પર બાંધો. પોલ અને ટાયર પર ચટક કલર કરો, તે તમારા માટે એક ગેમ ઝોન બની શકે છે.

ફ્લાવર પોટ
એક નાના અને ત્રણ પાયાના સ્ટેન્ડ પર ટાયર રાખીને ફ્લાવર પોટ બનાવી શકાય છે. વચ્ચે કોઇ જાળી લગાવો અને સાથે ફૂલ પડે નહીં તેવી વ્યવસ્થા પણ કરો. તેને વધારે સારો લુક આપવાને માટે ટાયરને સારી રીતે કલર કરો અને સાથે તેની પર કલર્ડ સાટન બાંધીને સજાવી શકો છો. 

No comments:

Post a Comment