Friday, April 12, 2013

છીંક આવી અને માથું ધડથી અલગ થઈ ગયું

કેલિફોર્નિયા, 11 એપ્રિલ

અમે તમને એક એવી ઘટનાની જાણ કરવા જઈ રહ્યાં છીએ, જે તમે પહેલાં ક્યારેય જોઈ કે સાંભળી નહીં હોય. આ ઘટના બુધવારે કેલિફોર્નિયાના સૈન લુઈસ ઓબિસ્પો વિસ્તારમાં જોવા મળી હતી. લોકો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક લોકો સામે એવી ઘટના બની કે લોકો ડઘાઈ જ ગયા હતાં.

રસ્તા પર ચાલતાં લોકોને ત્યારે વિશ્વાસ ના થયો જ્યારે એક શખ્સને છીંક આવી અને અચાનક તેનું માથું ધડથી અલગ થઈ ગયું હતું. માથું ધડથી અલગ થયા બાદ તે શખ્સ ફરીથી તેનું માથું જોડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જો કે આ નજારો જોઈને રસ્તા પર ચાલી રહેલી મહિલાઓ અને બાળકો જોરજોરથી બૂમો પાડવા લાગ્યા હતા અને રસ્તા પર દોડધામ મચી ગઈ હતી.

જો કે બાદમાં લોકોને ખબર પડી હતી કે આ ઘટના સાચી ન હતી, બલ્કે હૈલોવીન ઉત્સવનો ભાગ હતો અને તેને અંજામ આપનાર શખ્સનું નામ રિચ ફર્ગ્યુસન હતું. રિચ જાદુગર છે અને તેણે લોકો સામે પોતાની જાદુગરીની કલા રજૂ કરી હતી. 

1 comment:

  1. http://Peopledone.com/?ref=28162

    Hello Friend plz visit this Link..........................(for EARN MONEY...)
    Earn 250$ Weekly from Home
    Earn 250$ Weekly from Home

    ReplyDelete