Tuesday, April 30, 2013

મહારાષ્ટ્રની વિર્દ્યાથિનીએ વિશ્વનું સૌથી મોટું કેનવાસ પેઇન્ટિંગ દોર્યું


થાણે, 23 એપ્રિલ  
મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક થાણે જિલ્લામાં કિશોરી મનીષા ઓગલેએ વિશ્વની સૌથી મોટી કેનવાસ બેગ પર પેઇન્ટિંગ કરીને ગિનીસ બુકમાં નામ નોંધાવ્યું છે. મનીષાએ ૧૦ કલાક ૪૪ મિનિટ સુધી સખત મહેનત કર્યા બાદ તેને પૂરું કર્યું હતું. ઓગલેએ આ પેઇન્ટિંગ દ્વારા પર્યાવરણની સુરક્ષાનો સંદેશ આપ્યો છે. મનીષા કહે છે કે, તે આ પેન્ટિંગ વડે સમાજમાં પર્યાવરણની સુરક્ષાનો સંદેશ આપવા માગે છે. ગત ૨૧મી એપ્રિલે વિશ્વનું સૌથી મોટું કેનવાસ પેઇન્ટિંગ દોરવા બદલ તેનું નામ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધવામાં આવ્યું હતું. તેણે આ પેઇન્ટિંગના માધ્યમથી જળ, વૃક્ષ સંરક્ષણ તથા પ્લાસ્ટિક બેગનો ઉપયોગ નહિ કરવાનો સમાજને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

No comments:

Post a Comment